મને થયું હું બનુ દેવકી, કૃષ્ણ જનેતા બનવા રે;
છોડશે એ મને એક જ પળમાં, અને વિરહ વેદના સતાવશે રે...
મને થયું હું બનુ યશોદા, કૃષ્ણને લાડ લડાવા રે;
કેહવાઇશ પાલનહારની પાલનકર્તા, પણ વિરહ વેદના સતાવશે રે...
મને થયું હું બનુ એક ગોપી, કૃષ્ણ સંગ રાસ રમવા રે;
મોહિત રહીશ એમની પ્રેમધૂનમાં, પણ વિરહ વેદના સતાવશે રે...
મને થયું હું બનુ રાધા, કૃષ્ણનો પ્રેમ બનવા રે;
રાખશે એ મને હૃદયમાં, પણ વિરહ વેદના સતાવશે રે...
મને થયું હું બનુ રુક્મણિ, પ્રિયતમ પરમેશ્વર થાશે રે;
કહેવાશે એ રાધાના સદાય, અને વિરહ વેદના સતાવશે રે...
મને થયું હું બનું દ્રૌપદી, કૃષ્ણની સખા બનવા રે;
કરાવશે એ મહાયુદ્ધ મારી લાજમાં, પણ વિરહ વેદના સતાવશે રે...
મને થયું હું બનું મીરાં, કૃષ્ણની ભક્ત બનવા રે;
પીશે એ ઝેર મને બચાવવાં, પણ વિરહ વેદના સતાવશે રે...
થાવું છે મારે કૃષ્ણબંસરી, કૃષ્ણની ધૂન બનવા રે;
રાખશે એ હંમેશા હાથમાં, અને વિરહ વેદના નહિ થાય રે...
લાયક બનાવ મને ઓ કૃષ્ણ, કે બની શકું તારી બંસરી રે;
સ્પર્શે અધરોથી જયારે તું મને, તારા પ્રેમ તરંગોને વિસ્તારું રે... ad
Meaning:
I have thought to become Devaki, to turn into mother of
Lord Krishna. But he will leave me just in a moment and I will have suffering
of separation…
I have thought to become Yashoda to indulge
Lord Krishna. I will be known as guardian of a supreme guardian but I
will have suffering of separation…
I have thought to become a Gopi to dance with
Lord Krishna. I will always be fascinated in his love but I will have suffering
of separation…
I have thought to become Radha, to turn into love of
Lord Krishana. I will always exist in his heart but I will have suffering
of separation…
I have thought to become Rukmani, the Supreme Lord
will be my partner. But he will always be considered as love of Radha and I
will have suffering of separation…
I have thought to become Draupadi, to turn into
friend of Lord Krishna. He will form a huge battle for my reputation but I will
have suffering of separation…
I have thought to become Meera, to turn into
devotee of Lord Krishna. He will drink poison to save my life but I will have
suffering of separation…
I want to become Krishna-flute, to turn into a tune of
Lord Krishna. He will always keep me in his hands and I will not have suffering
of separation…
Craft me worthy Oh Krishna, to become your flute. And
when your lips will touch me I will spread ripples of your love… ad
Thank you so
much Dear Reader, for spending your valuable time. Please Share this post to
your connections and be a part of Positive Change. Keep Reading…
Your
Friend Always…