વિરહ વેદના - Suffering of Separation

, , No Comments
ad, ameedarji, LordKrishna, Flute, Positivity, Peace, Happiness, PositiveChange, RippleinRhythm, Poetry, Poem, Meera, Radha, RadhaKrishna, YashodaKrishna, God, Janmastami


મને થયું હું બનુ દેવકી, કૃષ્ણ જનેતા બનવા રે;
છોડશે એ મને એક જ પળમાં, અને વિરહ વેદના સતાવશે રે...

મને થયું હું બનુ યશોદા, કૃષ્ણને લાડ લડાવા રે;
કેહવાઇશ પાલનહારની પાલનકર્તા, પણ વિરહ વેદના સતાવશે રે...

મને થયું હું બનુ એક ગોપી, કૃષ્ણ સંગ રાસ રમવા રે;
મોહિત રહીશ એમની પ્રેમધૂનમાં, પણ વિરહ વેદના સતાવશે રે...

મને થયું હું બનુ રાધા, કૃષ્ણનો પ્રેમ બનવા રે;
રાખશે એ મને હૃદયમાં, પણ વિરહ વેદના સતાવશે રે...

મને થયું હું બનુ રુક્મણિ, પ્રિયતમ પરમેશ્વર થાશે રે;
કહેવાશે એ રાધાના સદાય, અને વિરહ વેદના સતાવશે રે...

મને થયું હું બનું દ્રૌપદી, કૃષ્ણની સખા બનવા રે;
કરાવશે એ મહાયુદ્ધ મારી લાજમાં, પણ વિરહ વેદના સતાવશે રે...

મને થયું હું બનું મીરાં, કૃષ્ણની ભક્ત બનવા રે;
પીશે એ ઝેર મને બચાવવાં, પણ વિરહ વેદના સતાવશે રે...

થાવું છે મારે કૃષ્ણબંસરી, કૃષ્ણની ધૂન બનવા રે;
રાખશે એ હંમેશા હાથમાં, અને વિરહ વેદના નહિ થાય રે...

લાયક બનાવ મને ઓ કૃષ્ણ, કે બની શકું તારી બંસરી રે;
સ્પર્શે અધરોથી જયારે તું મને, તારા પ્રેમ તરંગોને વિસ્તારું રે... ad

Meaning:

I have thought to become Devaki, to turn into mother of Lord Krishna. But he will leave me just in a moment and I will have suffering of separation…

I have thought to become Yashoda to indulge Lord Krishna.  I will be known as guardian of a supreme guardian but I will have suffering of separation…

I have thought to become a Gopi to dance with Lord Krishna. I will always be fascinated in his love but I will have suffering of separation…

I have thought to become Radha, to turn into love of Lord Krishana. I will always exist in his heart but I will have suffering of separation…

I have thought to become Rukmani, the Supreme Lord will be my partner. But he will always be considered as love of Radha and I will have suffering of separation…

I have thought to become Draupadi, to turn into friend of Lord Krishna. He will form a huge battle for my reputation but I will have suffering of separation…

I have thought to become Meera, to turn into devotee of Lord Krishna. He will drink poison to save my life but I will have suffering of separation…

I want to become Krishna-flute, to turn into a tune of Lord Krishna. He will always keep me in his hands and I will not have suffering of separation…

Craft me worthy Oh Krishna, to become your flute. And when your lips will touch me I will spread ripples of your love… ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections and be a part of Positive Change. Keep Reading…

Your Friend Always…
Amee Darji

PS: More on Lord Krishna 

0 comments:

Post a Comment