કદાચ તું એક પુસ્તક હોત અને હું એક વાચક;
તો સમજી લેતી હું તને અને બનતી તારી પ્રચારક ...
તારા વિના ખાલી ન લાગતું - તારું જ આ ઘર;
તારી જ સુગંધમાં મહેકતું - મારું આ જીવતર ...
તારી અર્ધખુલ્લી આંખોના રહસ્યોને મળતાં અનેક શબ્દો;
અને મારા મન-મંદિરમાં પ્રગટતો અનોખો એક દીવો ...
એ દીવાનાં દિવ્ય પ્રકાશમાં દેખાતું મને ચિત્ર એક;
એ ચિત્રના સૌમ્ય રંગોથી સર્જાતાં મેઘધનુષ્ય અનેક ...
એ મેઘધનુષ્યનાં વિવિધ રંગોથી હું કળતી તારાં વિચાર;
તારાં વિચારોનાં વરસાદમાં હું ભીંજાતી અવારનવાર ...
ભીનાં વરસાદમાં રેલાતો તારી બંસરીનો સૂર;
અને એ સૂરમાં વહીને આવતું આનંદનું એક પૂર ...
ફેરવી ને પાનાં, તારી અમુલ્ય ક્ષણોને જીવંત કરતી અનેકવાર;
બનીને ‘અમી-ઝરણું’ તારા હ્રદયનો કરતી હું સાગર પાર ...
હે કૃષ્ણ!
કદાચ તું એક પુસ્તક હોત અને હું એક વાચક,
તો સમજી લેતી હું તને અને બનતી તારી પ્રચારક ... ad
Meaning:
Perhaps you were a book and I a
reader;
Then I would have understood
you and become your promoter...
This house of yours (my
existence) wouldn’t seem empty without your presence;
And my existence would have scented
through your fragrance...
Many words would have revealed to
the secrets of your half-opened eyes;
And a unique light would have
appeared to the temple of my heart...
I would have seen a painting
through that divine light;
And the gentle colors of that painting
would have made many rainbows...
With those various colors of
rainbow I would have known your thoughts;
And in the rain of your
thoughts I would have get wet at times …
In such rains the sound of your
flute would have streamed;
And that flow of stream would
have brought a flood of delight…
By turning pages I would have
revived your precious moments many times;
And becoming ‘Stream of Amee
(sweetness)’ I would have crossed the ocean of your heart...
O Krishna!
Perhaps you were a book and I a
reader;
Then I would have understood
you and become your promoter... ad
Thank you so much Dear Reader,
for spending your valuable time. Please share this post to your connections,
and be a part of Positive Change.
Keep Reading …
Your Friend Always …
Amee Darji
PS: More on Lord Krishna