લાલ બત્તી (Red Light) ...

, , No Comments


ad, ameedarji, positivechange, shortstory, crossroads, beggars, begging, kidnapping, innocent, realneeds, gujaratistory


"કાં ભાભી, આજ  કામે નોં ગ્યાં?"


"ના રે! .... ઈ તો જ્યારનો મારો આ કાળીઓ હીંડતો થ્યો છ ... તે ટાણથી મારે કામ હરખું નથ હાલતું ...ઈ નાનો હતો તેં ટાણે ઈ ન જોઈન લોકો તરત ગાડીનો કાચ નીચો કરી ન પૈશા આલતાં ... ને હવ મું એકલી કામે જઉં તો કંઈ પેલા જેવું મલતું નથ ... અને પછ શેઠ બઉ બોલે છ ..."


"હાચી વાત છ ... આજ-કાલ લોકો પેલા જેવા નઈ રયા ... હું ય તે ઘોડી લઇ ન હીંડુ કે લીધા વગર કંઈ બઉ ફરક નઈ પડતો ....... તેં તમ શેઠ ને કેતાં કેમ નથ કે કોઈ છોકરું આલ તમને ... છોકરાનું ભાડું અલગથી કપાઈ દેવાનું ... અ ન ઈમાં શેઠને તો હારું જ છ ... કોઈ નું છોકરું આખો દિ' આપડે રાખીએ ... અ ન છોકરું મોટું થાય પછ બીજા ચાર રસ્તે ઇમને લગાઈ જ દેવું છ ન ..."


"ઈ તો એમને કીધું ચ્યારનું ... પણ ઈ કે છ કે આજકાલ બઉ ચેકીંગ વધી ગ્યું છ ... બીજા શે'રથી ઉપાડી ને આલવું પડશેં ... તેં ટેમ લાગશેં ..."


"હશે ત્યારે ... ભગવાન કરે ન કોઈનું છોકરું હટ લઈન  ઉપડી જાય ન તમોન મલી જાય ... તેં તમાર કામ હીંડતું   થાય ..."


"તેં તમે ભગવાન ને ક્યો જ છો, તો ઈ પણ કયો કે છોકરું દવા પી ન પડ્યું રે આખો દિ'  ... તેં મારે પુરી શોન્તી ...હા હા હા .."


"હા હા હા ... તેં તમારી બુન ક્યાં છ ... ઈ ન કયાં ચાર રસ્તે મેલી છ શેઠે? "


"ઈ ના લખણ તો તમન ખબર નઈ ... નોની હતી ત્યારથી ઈ ન આપડુ કામ નઈ ગમતુ ... અ ન હવ મોટી થઇ ન તો શેઠ ને મુંઢે ના પાડી દીધી .... કે મું આવું ભીખ માંગવાનું કામ નઈ કરું ....... ઈ તો જાય છ રોજ હામે ના બંગલામાં .... કે છ ... કે આ ન ઈમાનદારી નું કામ કે'વાય ... પણ ઈ માં આખો દિ' મજૂરી નઈ કરવાની ... "


"હાચી વાત છ ... તેં મારા ભઈ ન ફોન તો જોડો ... પૂછો ક્યારે આવ છ ... મારો ફોન તો નઈ ઉપાડતાં ... "


"ઈ તો ઈમના બાજુની લાલ બત્તી ચાલુ હોય ન તો ઘરાગ ની હામે ફોન નઈ ઉપાડે ... આવતા હશે હમણાં ... તેં હું કામ હતું તમાર ઇમનું ..."


"અરે ઈ તો સરકાર ની આવાસ યોજના આઈ છ ... તેં ઈનાં માટે જવુંતું હારે..." ... ad


Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

 

Your Friend Always…

Amee Darji

 

PS: Begging is never an only option left if you really want to work and live with pride … The ones who lend money to the beggars in the name of ‘પુણ્ય’ please stop doing so … You never know, you might be helping a chain of ‘Begging Business’ which eventually encourages the kidnapping of the innocent lives


Lending money to the beggars will make them lazier and helping a hardworking persons will make them more courageous even if they are disabled … The choice is always ours how we want to earn the ‘પુણ્ય’ … Help the people with REAL needs and stop encouraging laziness… 


I hope, next time when you encounter a beggar at the Red Light of any crossroads you'll decide wisely. It's a request through the medium of a short story ... Thank you ... ad

0 comments:

Post a Comment