માણસ - Human

, , No Comments

 

સૂર્યને પ્રકાશનો લોભ નથી હોતો
અને ચંદ્રને અંધારાનો મોહ નથી હોતો ...

અગ્નિને જ્વાળાઓની ઈર્ષ્યા નથી હોતી,
અને નદીને વહેણની ચિંતા નથી હોતી ...

આકાશ વિસ્તરણથી તૂટતો નથી હોતો,
અને પૃથ્વી ભારથી સંકોચાયેલી નથી હોતી ...

પર્વતને ઊંચાઈનો ગર્વ નથી હોતો,
અને ખાઈ ઊંડાણમાં ખોવાયેલી નથી હોતી ...

પવનને સુસવાટાનો ભય નથી હોતો,
અને ઝરણાંને ગતિનો થાક નથી હોતો ...

વરસાદને જળનો સંગ્રહ કરવો નથી હોતો,
અને વિજળી ચમકથી અંજાયેલી નથી હોતી...

સાગર કિનારાને ભૂલતો નથી હોતો,
અને રણમાં રેત બંધાયેલી નથી હોતી ...

ફૂલ-પત્તાને સુંદરતાનો દેખાડો નથી હોતો,
અને પશુ-પક્ષીની આવડત છુપાયેલી નથી હોતી ...

અસ્તિત્વની ઊર્જા એના દરેક તત્વને પહોંચતી હોય છે,
પણ એમાં ફક્ત માણસ અટકતો ને અટકાવતો હોય છે ...

કદાચ દરેક પોતાના મૂળ સ્વભાવ મૂજબ વર્તતાં હોય છે,
પણઅમીફક્ત માણસ પોતાનીમાણસાઈચૂકી જતો હોય છે ... ad


Translation:


The sun is not greedy for light,
And the moon is not fascinated by darkness ...

The fire is not jealous of the flames,
And the river is not worried about the flow ...

The sky don’t break with the expansion,
And the earth is not compressed by weight ...


The mountain is not proud of its height,
And the trench is not lost in the depths ...

The wind is not afraid of whistling,
And springs don’t get tired of its pace ...

The rain don’t have to store it’s water,
And the lightning is not astonished by its brightness ...

The sea don’t forget the shore,
And sand is not bound in the desert ...

The flowers n leaves don’t display their beauty,
And the skills of animals n birds are not hidden ...

The energy of existence reaches every element of it,
But among all only a human stops and restrains ...

Probably everyone is behaving according to their original nature,
But ‘Amee’ only a human keeps forgetting the ‘Humanity’ ... ad


Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…


Your Friend Always…

Amee Darji


0 comments:

Post a Comment