મહેમાન - The Guest

, , 2 comments

ad, ameedarji, PositiveChange, Positivity, Peace, Happiness, LordKrishna, ShreeKrishna, InnerJourney, Door, RippleinRhythm, Poem, Poetry, Prayer, PrayerMeaning, Chanting

મન-મંદિરના ખૂણે-ખૂણા ને સાફ કરું છું ઘડી-ઘડી;
ખોલવો છે દરવાજો અંતરનો પણ માયા ના જાળ વળગે પાછા વળી...

I keep cleaning each corner my heart’s temple repetitively; I want to open the door of my inner-world but the webs of my own attachments restrict me…

ગુણ-દુર્ગુણને અવગણીને ઘરમાં ખુશીઓ ભરતી રહી;
અંતકાળમાં જીવનતણી પુણ્યની ઝોળી ખાલી રહી...

I kept filling the (so-called) happiness to my house by ignoring the integrity & offences (- both of mine and the others); and at the end the bag of life’s morality was empty…

સુખ-દુઃખના સરવાળા કરીને જીવનનું સત્ય જડ્યું નહિ;
અવકાશ માં અજવાળા સમી જ્ઞાન-વિજળી ચમકી કદી...

I couldn’t find the truth of life by summing-up the happiness and the sadness; the lightning of wisdom not yet flashed in the extent (of my life)…

જીવનશૈલીનો આધાર ગૂંથવામાં સરકી રહ્યો છે સમય અહીં;
આધાર જીવનનો આપનારનો આભાર માનવો જાય રહી...

I am running short of time in knitting the base of my lifestyle; (Now, I’m worried) I don’t miss the opportunity to thank the one who is the base to my life…

એકાંત લાગે છે ઘણું વ્હાલું પણ વાતો વાગોળું ઘણી બધી;
મૌન ક્ષણોમાં પગેરું મળશે આસ્થા છે જાગી એવી વળી...

I love my aloneness and (while being alone,) I speculate so many talks; but a faith has risen that I will find the way in my silence…

સમજમાં આવે બસ એટલું કે રટ્યા કરું હું 'હરિ-હરિ';
આવશે 'અમી' 'મહેમાન' બની ને હશે જ્યારે જીવનની અનમોલ ઘડી... ad

I only understood one thing (in my silence) that I keep chanting Hari-Hari (the name of Lord Krishna); at the priceless moment of the life ‘Amee’, that one befall as ‘The Guest’… ad

Thank you so much dear Reader, for spending your valuable time. Please share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

Your Friend Always
Amee Darji


2 comments: