ક્યારેક તો - Sometimes

, , No Comments
ad, ameedarji, PositiveChange, Positivity, Peace, Happiness, Poetry, Poem, RippleinRhythm, Kindness, Strength, Help, HelpforHappiness, Truth, Smile, Sweetness, Stream, Togetherness


તહેવારોમાં ઘરની સફાઈ થાય છે, અંતરની નહિ;
ક્યારેક તો પોતાના 'ભૂતકાળની ભૂલો' ને ખંચેરી જુઓ...
ભેટ-સોગાદમાં વસ્તુઓ અપાય છે, ખુશીઓ નહિ;
ક્યારેક તો કોઈપણ વિક્ષેપ વગર 'સંગાથની ક્ષણ' માણી જુઓ...

The house gets cleaned during festivals, not the Heart;
sometimes wipe off your own 'Past Mistakes'...
The things are given as gifts, not the Happiness;
sometimes enjoy the 'Moment of Togetherness' without any distraction...

અંધકારને પ્રકાશના સહારા ની જરૂર છે, સત્યને નહિ;
ક્યારેક તો હારતાં પહેલાં 'ધીરજના તડકે' શેકાઈ જુઓ...
શિક્ષણ નિયમોનું અપાય છે, સામર્થ્યનું નહિ;
ક્યારેક તો ડૂબતાંને 'ક્ષમતાનો પાઠ' ભણાવી જુઓ...

The darkness is in need of the light, not the Truth;
sometimes get burned with the 'Sunshine of Patience' before accepting failure...
The education is provided for the rules, not the Strength;
sometimes teach the 'Lesson of Capability' to the drowning...

અધિકાર વાણીનો મળે છે, અપમાનનો નહિ;
ક્યારેક તો ઉચ્ચારતાં પહેલાં 'શબ્દો ના મૂલ્ય' ને તપાસી જુઓ...
પુરાવા ઘટાનાઓ ના મળે છે, પ્રેમ ના નહિ;
ક્યારેક તો 'શબ્દો વિનાંની ભાષા' સમજી જુઓ...

The rights have been given for the speech, not to Insult;
sometimes check the 'Worth of the Words' before uttering...
The evidence is found for an incident, not for Love;
sometimes understand the 'Language used without Words'...

ઓળખ સંબંધોની હોય છે, લાગણીઓ ની નહિ;
ક્યારેક તો અજાણ્યાની સામે 'હસી' ને જુઓ...
માણસ વૃક્ષોને કાપે છે, અહંકારને નહિ;
ક્યારેક તો 'સમાધાનનું બીજ' રોપી જુઓ...

The known are the relations, not the Feelings;
sometimes give a 'Smile' to the unknown...
The human cuts the trees, not the Self pride;
sometimes plant the 'Seed of Solution'...

ખુલાસા રહસ્યોના થાય છે, ઉદારતાનાં નહિ;
ક્યારેક તો મૌન રહી ને 'મદદ' આપી જુઓ...
મહત્વ વરસાદનું છે, વાદળની ગર્જનાઓ નું નહિ;
ક્યારેક તો અપેક્ષાનો બાંધ બાંધ્યા વગર 'અમી ઝરણું' વરસાવી જુઓ...

The clarifications are made for secrets, not for Compassion;
sometimes 'Help' just being silent...
The worth is the Rain, not the thunder of clouds;
sometimes shower the 'Stream of Sweetness' without building a block of expectation...

સર્જન શૂન્યમાંથી થાય છે, દિશાઓ થી નહિ;
ક્યારેક તો અંત જાણ્યા વગર 'સફર' કરી જુઓ...
પારખવાં રત્નોને પડે છે, પરમાત્માને નહિ;
ક્યારેક તો માંગ્યા વગર 'આભાર' માની જુઓ... ad

The creation occurs from Nonexistence, not from the directions;
sometimes 'Travel' without knowing the destination...
The gems are needed to get scrutinized; not the God;
sometimes 'Be Grateful' without the demands... ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

Your Friend Always…
Amee Darji

0 comments:

Post a Comment