સમય - The Time

, , 2 comments
ad, ameedarji, Positivity, Peace, Happiness, RippleinRhythm, GujaratiPoem, Poem, Poetry, Time, Samay, PositiveChange


સતત ચાલી રહ્યો છું હું, નિરવ વહી રહ્યો છું હું,
હરહંમેશ ક્ષણ-ક્ષણ માં સરી રહ્યો છું હું...

કહે છે કોઈ ભૂત અને કોઈ ભવિષ્ય મને,
કહે છે કોઈ કાળ અને કોઈ બળવાન મને...

નથી કોઈ વિશ્રામ કે નથી કોઈ વિસામો મારો,
નથી કોઈ શરૂઆત કે નથી કોઈ અંત મારો... 

આજે કોઈ એક નો અને કાલે કોઈ બીજાનો છું હું,
સમજે છે મને સ્વાર્થી કે દરેક પળમાં બદલાઉં છું હું...

રાત અને દિવસ બંને ભાગે છે એક-બીજા તરફ,
પણ ભૂલો નહિ, કે બંને ની સંગાથ ચાલુ છું હું...

નિષ્ફળ કોશિશ ન કરો રોકવાની મને,
જો રોકવા જ ઈચ્છો તો રોકો વધતા 'અધર્મ' ને...

રહે છે કોઈ સ્વપ્નમાં અને કોઈ વીતેલા પળમાં,
પણ જે જીવે છે આ ક્ષણમાં, સાથ એને આપું છું હું...

હંમેશા એક જ ગતિ અને એક જ દિશા તરફ વહું છું હું,
રહો મારી સાથે કે બીજું કોઈ નહિ પણ 'સમય' છું હું... ad

Meaning:

I am walking continually, I am flowing quietly;
I am slipping in another moment at every moment…

Some identifies me with Past and some with Future,
Some identifies me with Fatal and some with Potent…

I don’t have any resting place nor any pause,
I don’t have any starting point nor any end…

I am with one today and I’ll be with other tomorrow,
People judge me selfish because I change myself every instant…

Night and Day both are falling towards each other,
But don’t forget, I walk attending both of them…

Don’t do worthless attempts to stop me,
If you want to stop, stop rising immorality…

Some stays in dreams and some in left moment,
But I become a companion of the one who lives in a moment…

I’m always flowing in one direction with the equal speed,
Be with me, I’m no one else but ‘The Time’… ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

Your Friend Always…
Amee Darji2 comments:

  1. Beautiful presentation of thought !! in & through above poem !!

    ReplyDelete