ad, ameedarji, Positivity, Peace, Happiness, RippleinRhythm, Poem, Poetry, GujaratiPoem, Vision, Notion, Selfishness, Mirror, Beautiful, Envy, Ego, Conception, Heart,


મારી નજરમાં જોઉં છું, કેવી રીતે હું મને;
હોય ભલે શબ્દો બીજાના, પણ ભીંજવે મારા જ અર્થ મને ...

It is all about how I look at me, through my vision;
The words might be used by others but whatever touches me is my notion …

અહંકાર અને આકાંક્ષા ની સાંકળોએ બાંધી છે મને;
ઈર્ષ્યા અને ક્રોધ ના કાળા વાદળોએ ઘેરી છે મને ...

The chains of ego and aspiration has erected me;
The clouds of envy and wrath has encircled me …

નથી હું ખુશ, કે કરું દુઃખી બીજાની ખુશીઓમાં હું મને;
નથી હું સ્વસ્થ, કે જ્યારે કણસું મારા જ હૃદયમાં હું મને ...

I am not happy, because in others’ happiness I make me unhappy;
I am not serene, because in my heart I moan me …

સ્વાર્થ ના સંબંધોમાં મળે ઉમંગની ઊણપ મને;
સૂકા રણની રેતમાં સાંભરે ભીની માટીની સુગંધ મને ...

With the relations of selfishness, the dearth of delight is found to me;
In the dry sand of desert, wet soil’s aroma is bethought to me …

થયું મને ચાલ બદલી ને જોઉં, મારી જ નજર ને હવે;
મળશે કદાચ એક અલગ જ દુનિયા, શબ્દોનાં અર્થ બદલીને હવે ...

Eventually, I thought let me change my vision;
I may get one different world, by changing my own conceptions ...

નજરને બદલી - હું બદલાઈ, દેખાય આયનો પણ સુંદર મને;
નથી કનડતાં આજ-કાલ બીજાના શબ્દો મને ...

By changing my vision – I have changed. Now, the mirror is also seen beautiful to me;
And these days the words used by others don’t trouble me …

ખંડિત થયેલી ખુમારીને તરછોડી ને હવે;
ઉડે છે મુક્તપણે ગગનમાં મન નું પંખી હવે ...

After I have disregarded my broken pride;
The bird of my heart flies with freedom in the sky…

ખારાશથી ભરેલાં દિલ ના દરિયાને ખાલી કરી ને હવે;
ફૂટ્યું છે એક 'અમી' ઝરણું, કાળાં વાદળો વરસી ને હવે ...

After I have drained my heart which was filled with the ocean of bitterness;
And after it rained through the dark clouds, ‘Amee’ - a stream of sweetness has emerged …

કરે છે રોમાંચક, નવી સવારની કિરણોં મને;
ભરે છે અવનવી આશ થી, મારી જ સમજણ મને ...

New dawn’s beam of light thrills me;
And through my generosity, a wonderful hope fills me …

મારી નજરમાં જોઉં છું, કેવી રીતે હું મને;
હોય ભલે શબ્દો બીજાના, પણ ભીંજવે મારા જ અર્થ મને ... ad

It is all about how I look at me, through my vision;
The words might be used by others but whatever touches me is my notion … ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

Your Friend Always
Amee Darji