ad, ameedarji, LordKrishna, ShreeKrishna, KrishnaMovement, Shreenathji, RippleinRhythm, Poetry, Poem, Prayer, GodisGood,


શ્રીનાથજી ના પગથીયાં
પથ્થરના અને આરસના...
ચડતાં-ચડતાં ધક્કો લાગે 
ઝાખી કરવા ભક્તો ભાગે 

કોઈ ફુલ ને દૂધ ની સેવા કરાવે 
કોઈ મનોરથ કરી ધજા ચડાવે 
શ્રીકૃષ્ણનાં ભજનો ગાતાં-ગાતાં 
કોઈ કમલચોકમાં શાક સુધારે 

આંઠે સામાના દર્શનમાં જઈને 
કોઈ મુખારવિંદ ને ચરણ નિહારે 
ઘેલું છે લાગ્યું જેને કૃષ્ણના નયનનું 
ભીડમાં પણ એ વૈષ્ણવ ખુશ લાગે 

શ્રીનાથજી ના પગથીયાં
પથ્થરના અને આરસના...
ઉતારતાં-ઉતારતાં તૃષ્ણા જાગે 
ફરીથી ક્યારે શ્રીકૃષ્ણ બોલાવે!

આવું છું હંમેશા મહેમાન બનીને 
એક જ આશા મનમાં લઈને 
ક્યારેક તો તું રાખી લઈશ પાસે 
બનાવીને એક પગથીયું તારાં જ દ્વારે !

શ્રીનાથજી ના પગથીયાં
પથ્થરના અને આરસના... ad

Meaning:

The doorsteps of Shreenathji
Made of stone and marble…
We get pushed while climbing
The devotees rushes to catch a glance

Some worships with flowers and milk
Some worships with want and flag
Singing the devotional songs of Shree Krishna
Some cuts the vegetables at Kamal Chawk

By having sight of eight times
Some notices the face and the foots
The one who is mad behind Shree Krishna’s eyes
Becomes happy even if it’s over crowded

The doorsteps of Shreenathji
Made of stone and marble…
Intense desire awakens while stepping down
When Shree Krishna will call us again!

I’m coming to you being a guest always
Having only one wish in my soul
Someday you’ll keep me nearby
By creating me into a doorstep at your place!

The doorsteps of Shreenathji
Made of stone and marble… ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please Share this post to your connections, and be a part of Positive Change. Keep Reading…

Your Friend Always…
Amee Darji

PS: More on Lord Krishna 
Learn how to become a true devotee or a Vaishnav