ad, ameedarji, PositiveChange, Positivity, Happiness, Peace, RippleinRhythm, Humanity, Poem, Poetry, LordKrishna, Youth, Soul, God, Worship, Devotion, GodisGood


નિડર અને સાહસિક યૌવન સમુદ્રમાં,
ઉદરતાની એક સ્થિરતા શોધું છું...

સુખ અને સંતોષથી સળગતાં ઘરડાં દિવામાં,
નવજીવનની એક ઊર્જા શોધું છું...

ઘમંડ અને આતંકના વધી રહેલા રણમાં,
પ્રેમનું એક વાદળ શોધું છું...

માણસના માણસની વચ્ચે વધેલા અંતરમાં,
હૂંફનું એક બંધારણ શોધું છું...

મનના વિચારોની ભીડમાં રહીને પણ,
એકાંતનો એક અવસર શોધું છું...

શબ્દોના માધ્યમ સિવાય,
અંતરથી સમજાય એવી એક ભાષા શોધું છું...

આનંદ અને સુંદરતાથી ભરપૂર આ જીવનજંગલમાં,
ઈશ્વરનો પાડ માનવા એક રસ્તો શોધું છું...

કોણ જાણે તમે શું નામ દેશો,
પણ હું તો મારામાં રહેલા 'કૃષ્ણ' ને શોધું છું... ad

Meaning:

I’m exploring for a benevolent stillness, in the courageous and adventurous ocean of youth…
I’m exploring for a spark of new being, in the delighted and contented burning lamp of agedness…
I’m exploring for a cloud of love, in the rising desert of ego and terror…
I’m exploring for a structure of warmth, in the developed distance between humans…
I’m exploring for an occurrence of solitude, between the massive thoughts of mind…
I’m exploring for a language, which is understood by soul and used without the medium of words…
I’m exploring for a way to praise the God, in this forest of life which is full of joy and beauty…
Who knows what name will you give (to your own exploring), but I’m exploring for a ‘Krishna’, who is existing inside me… ad

Thank you so much Dear Reader, for spending your valuable time. Please SHARE this post to your connections and be a part of Positive Change. Keep Reading...

Your Friend Always...
Amee Darji

PS: More on Lord Krishna